વડગામ ખાતે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી.

1 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સમગ્ર વિશ્વમાં ૧લી ડિસેમ્બર ના રોજ વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ ઉજવણીના ભાગ રૂપે વડગામ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને નર્સિંગ કોલેજ લીંબોઇ ના સહયોગ થી એચ આઇ વી/એઈડ્સ જનજાગૃતિ રેલી નુ આયોજન કરવામાં આવ્યું. આ રેલી નું પ્રસ્થાન વડગામ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રકાશભાઈ ચૌધરી ના હસ્તે કરવામાં આવ્યું. નર્સિંગ કોલેજ ના સ્ટુડન્ટ ઘ્વારા “ગલી ગલી મે નારા હૈ, એઈડ્સ કો ભગાના હૈ”, ” યુવા ધન જીલે એઈડ્સ નો પડકાર, સંયમિત જીવન નો કરીએ સ્વીકાર ” જેવા જનજાગૃતિ ના સૂત્રો પોકારવામાં આવ્યા હતાં. સી એચ સી અધિક્ષક ડૉ. યોગેશ દેસાઈ, ડેન્ટિસ્ટ ડો. દિલિપસિંહ પરમાર, ગાયનેક ડો મૌલેશ પટેલ, ટી એમ પી એચ લક્ષ્મણભાઈ નાઈ, એમ પી એચ એસ સુરેશ પરમાર, એચ સી ટી એસ કાઉન્સેલર કે. એલ. પરમાર તેમજ આશાવર્કર ઉપસ્થિત રહ્યા હતા. જન જાગૃતિ રેલી વડગામ હોસ્પિટલ થઇ વડગામ સર્કલ, મામલતદાર કચેરી, બેંક ઓફ બરોડા ભોજકવાડી થઈ સરકારી હોસ્પિટલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સ્ટાફ ઘ્વારા દુકાનો પર જનજાગૃતિ પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતુ. તમામ સ્ટાફ ના સહયોગ થી જનજાગૃતિ રેલી કાર્ય ક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો.
તસવીર:-અહેવાલ:- પુષ્કર ગોસ્વામી વડગામ






