BANASKANTHATHARAD
થરાદ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા હનુમાન પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે યજ્ઞ હવનનું આયોજન કરાયુ
વાત્સલ્ય સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
થરાદ માર્કેટ યાર્ડ ખાતે બિરાજમાન હનુમાન દાદા નો 20 જૂનના દિવસે પ્રતિષ્ઠા દિવસ હોય તેથી માર્કેટ યાર્ડ દ્વારા રજા જાહેર કરવામાં આવી હતી અને માર્કેટ યાર્ડના તમામ વેપારી મિત્રોએ સાથે મળી અને હનુમાનદાદા મંદીરના પરિસરમાં પ્રતિષ્ઠા નિમિત્તે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોન્ટુ મારાજ દ્વારા હવન કરવામાં આવ્યો હતો અને તમામ વેપારીઓએ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હનુમાન દાદાને માર્કેટ યાર્ડમાં સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તેના માટે પ્રાર્થના કરી હતી તેમજ આ પ્રસંગે એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, સેક્રેટરી ભેમજીભાઇ પટેલ,સહિત તમામ વેપારી મંડળ ઉપસ્થિત રહ્યા હતા…