BANASKANTHATHARAD

વિસાવદરમા આપનો વિજય થરાદમા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ મહત્વપૂર્ણ વિજય મેળવ્યો છે. આ જીતની ઉજવણી થરાદમાં AAPના કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવી છે.
બળીયા હનુમાનજી ચોક પર પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા. તેમણે મિઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી છે. થરાદ આમ આદમી પાર્ટીના નેતા થાનાભાઈ પટેલે વિસાવદરની જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે વિસાવદરની જનતાએ સમગ્ર ગુજરાતને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે.2025ની આ પેટાચૂંટણીમાં ત્રણ મુખ્ય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા. ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલ હતા. કોંગ્રેસે નિતિન રાણપરીયાને ટિકિટ આપી હતી. આ ત્રિપાંખિયા જંગમાં AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વિજય મેળવ્યો છે.

Back to top button
error: Content is protected !!