BANASKANTHA

દીઓદરમાં શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના દાતાઓની મિટિંગ મળી.

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના દાતાઓની પ્રજાપતિ સમાજના છાત્રાલયની ચર્ચા વિચારણા અર્થે આજ રોજ તા.૦૯/૦૬/૨૦૨૪ ને રવિવાર ના રોજ સવારે ૯ કલાકે દીઓદર માર્કેટયાર્ડ ના મેડા ઉપર દાતાઓની અને કાર્યકરોની મિટિંગ મળી શ્રી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ,મંત્રી રમેશભાઈ પ્રજાપતિ લુદ્રા,શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ એવમ શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ ના મંત્રી અણદાભાઈ પ્રજાપતિ, જયંતીભાઈ પ્રજાપતિ થરા, દિનેશભાઈ પ્રજાપતિ ધાનેરા, દશરથભાઈ પ્રજાપતિ શિહોરી, કેશાભાઈ પ્રજાપતિ કંથેરિયા, વિરાભાઈ પ્રજાપતિ ઝલમોર, વાલાભાઈ પ્રજાપતિ રાજપુર, ગોરધનભાઈ પ્રજાપતિ લુદ્રા, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટવર.કે. પ્રજાપતિ થરા,ઈશ્વરભાઈ પ્રજાપતિ
નાથપુરા, ભેમાભાઈ પ્રજાપતિ ઝોટાડા, અમરતભાઈ પ્રજાપતિ સણાદર,રસિકભાઈ પ્રજાપતિ રાજપુર,દેવાભાઈ પ્રજાપતિ લુદ્રાની ઉપસ્થિતિમાં મળી હતી.અનેક ચર્ચાઓના અંતે ફરીથી આગામી તા. ૧૬/૦૬/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે રતનપુરા રોડ ઉપર આવેલ શ્રી સમાલ બાવનજથ નાઈ સમાજની વાડી શિહોરી ખાતે શ્રી કાંકરેજી પરગણાના ૨૪ ગામો તથા હિંદવાણી પરગણા ના ૧૧ ગામો એમ ટોટલ ૩૫ ગામોની જનરલ મિટિંગ યોજાશે તો મિટિંગમાં પધારવા શ્રી કાંકરેજી/હિંદવાણી પ્રજાપતિ સમાજને પધારવા રામશીભાઈ પ્રજાપતિ- રવેલ,રમેશભાઈ પ્રજાપતિ-લુદ્રા, દશરથભાઈ પ્રજાપતિ-શિહોરીએ જણાવ્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!