BANASKANTHAPALANPUR
ભુતેડી CRC કક્ષાનો કલાઉત્સવ ભટામલનાની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ
13 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
સીઆરસી કક્ષાનો કલાઉત્સવ ભટામલ નાની પ્રા શાળા ની યજમાની માં 9 સપ્ટેમ્બર ના રોજ યોજાઈ ગયો. ક્લસ્ટર ની શાળાઓ એ ચિત્ર , સંગીત ગાયન અને વાદન તેમજ બાળ કવિ સ્પર્ધાઓ માં ભાગ લીધો હતો.. વિજેતા સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.. બળ કવી , ,,,ચિત્ર અને સંગીત વાદન સ્પર્ધા માં ભટામલમોટી શાળાના વિદ્યાર્થીઓ એ વિજેતા થયા હતા. સંગીત ગાયન માં ભટામલ નાની ના સ્પર્ધક વિજેતા થયા હતા.તમામ સ્પર્ધાઓ ના સ્પર્ધકો એ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.. પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય ઈનામ આપવામાં આવ્યા હતા.. સીઆરસી કો ઓર્ડીનેટર એન ડી શ્રીમાળી એ યજમાન શાળા ને સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વિજેતાઓ તેમજ ભાગ લેનાર તમામ ને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.





