આણંદ ખાતે ભારતીય ન્યાય સંહિતામાં મહિલા-કેન્દ્રિત જોગવાઈઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે ભારતીય ન્યાય સંહિતામાં મહિલા-કેન્દ્રિત જોગવાઈઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તાહિર મેમણ – આણંદ 03/07/2024- જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,આણંદની ડીએચઈડબલ્યુ (DHEW) ટીમ દ્વારા આણંદની પટેલ એમ.એસ. હાઇસ્કુલ,વડોદ ખાતે ભારતીય ન્યાય સંહિતામાં મહિલા-કેન્દ્રિત જોગવાઈઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આણંદના જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મિશન શક્તિ યોજના અંતર્ગત ૧૦૦ દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ અંતર્ગત ભારતીય ન્યાય સંહિતા સપ્તાહ દરમિયાન વડોદ કેળવણી મંડળ સંચાલિત પટેલ એમ.એસ હાઇસ્કુલમાં “ભારતીય ન્યાય સંહિતા” અંર્તગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,આણંદના મહિલા સશક્તિકરણ કેન્દ્ર (સંકલ્પ-DHEW) સ્ટાફમાંથી જેન્ડર સ્પેશિયાલિસ્ટ હિતેશકુમાર રોહિત દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ જેવી કે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.
ઓએસસી (OSC)ના કેન્દ્ર સંચાલક ફેમિદાબેન મલેક દ્વ્રારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી, PBSC સેન્ટરમાંથી કાઉન્સીલર શબનમબાનું દ્વ્રારા PBSC સેન્ટર,૧૮૧ અભયમ અને ભારતીય ન્યાય સંહિતામાં મહિલા-કેન્દ્રિત જોગવાઈઓ તથા મહિલાઓને તેમના અધિકાર વિશે મહત્વપુર્ણ જાણકારી આપવામાં આવી હતી.





