બેંક ઓફ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આર-સેટી) ગોધરા દ્વારા મહિલાઓ માટે સિલાઈકામ અને બ્યુટીપાર્લર તાલીમનો શુભારંભ
પંચમહાલ ગોધરા:
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આર-સેટી) ગોધરા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી સિલાઈકામ (વુમન ગારમેન્ટ્સ) અને બ્યુટીપાર્લર (જુનિયર બ્યુટી પ્રેક્ટિશનર) બંને બેચની કુલ ૭૦ બહેનોએ કાર્યક્રમ ભાગ લઈ દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો.
આર-સેટી ગોધરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવી એમ. ચૌહાણ, ફિલ્ડ ઓફિસર અર્પિત ભોઈ, પંચમહાલ જિલ્લા LDM સતેન્દ્ર રાવ અને RSETI ડાયરેક્ટર ગાયત્રી શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી તાલીમમાં ભાગ લેનારા બહેનોને પોતાના જીવનમાં સતત પ્રગતી કરી “નારી તું નારાયણી”નું સૂત્ર સાકાર કરે તે માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી.
RSETI ડાયરેક્ટર ગાયત્રી શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન ગોધરા દ્વારા ટૂંક સમયમાં ભાઈઓ માટે પણ કોમ્પ્યુટર એકાઉન્ટિંગ, DTP, એ.સી. ફ્રીઝ રિપેરિંગ અને હાઉસ વાયરિંગ જેવી તાલીમો શરૂ કરવામાં આવશે. ગામડાના ભાઈઓ અને બહેનો જેઓ આ તાલીમ મેળવવા ઈચ્છુક હોય, તેઓ વોટ્સએપ નંબર 90990 75899 પર ‘Hi’ મેસેજ કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ તમામ તાલીમો રહેવા-જમવા સહિત બિલકુલ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે.
આર-સેટી ગોધરા દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્રમો પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના યુવાનો અને મહિલાઓને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.