GUJARATJUNAGADHKESHOD

મહાનગર પાલિકા,જુનાગઢની સેનીટેશન શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત  પ્લાસ્ટિક  ચેકીંગ હાથ ધરવામાં આવ્યું…

મહાનગર પાલિકા,જુનાગઢની સેનીટેશન શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત  પ્લાસ્ટિક  ચેકીંગ હાથ ધરવામાં આવ્યું...

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાપડા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ પી.વાજા તથા સેક્રેટરીશ્રી અને આસી.કમિશનર(ટેક્ષ) તથા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ જી. ટોલીયાની સુચના મુજબ સેનિટેશન શાખાના સેનેટરી ઇન્સ્પેકટરશ્રીઓ દ્વારા શહેરમાં તા:૨૫/૧૦/૨૦૨૪ના રોજ મહાનગર પાલિકા,જુનાગઢની સેનીટેશન શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં શહેરમાં આવેલ ઝાંઝરડા રોડ તેમજ મધુરમ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતા ભેરુનાથ પાઉંભાજી તેમજ સાઈ ફ્રૂટ સ્ટોરમાં આશરે ૩ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિક મળી આવતા અનઅધિકૃત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.૭૦૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.આગામી દિવસોમાં પણ  મહાનગર પાલિકા,જૂનાગઢની સેનિટેશન શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત  પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઈવ કાર્યરત રહેશે.

Back to top button
error: Content is protected !!