અવાખલ ગામના વાઈલ્ડ લાઈફ રેશ્ક્યુ ટ્રસ્ટનાં કાર્યકર અશોક પટેલ દ્વારા 150 સાંપનું રેસ્કયું કરાયું
ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંથક નાં ગામોમાં માં સાંપ પોતાના દર માંથી બહાર નીકળવાના બનાઓ માં વધારો જોવા મળ્યો હતો. જેથી આ સાંપો અવાર નવાર લોકોના ઘર કૂવાની ઓરડી સ્કૂલ માં સાંપ જોવા મળતા લોકો દ્વારા અવાખલ નાં વાઈલ્ડ લાઈફ રેશકયું ટ્રસ્ટ નાં કાર્યકર અશોક પટેલ ને ફોન કરવામાં આવતો હોય છે.અશોક પટેલ તાત્કાલિક જે તે સ્થળે દોડી જઇ સાંપ નું રેસ્ક્યું કરતા લોકો માં હાશકારો જોવા પડતો હોય છે. ચોમાસા ને લઇ સતત વરસી રહેલા વરસાદ ને લઈ સાપો ના દરો પુરાતા સાપો ગામના ઘરોમાં સ્કૂલોમાં ઘુસી જતા હોય છે. રોજેરોજ ઘરો કે કુવાની ઓરડીઓ મા સાપ નીકળવાના બનાવ ને લઈ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ માં રેસ્ક્યુ કરવા ના કોલમાં વધારો જોવા મળ્યો હતો.વાઈલ્ડ લાઈફ રેશક્યુ ટ્રસ્ટ નાં કાર્યકર અશોક પટેલ નાં જણાવ્યા મુજબ દરરોજનાં એમને ત્રણ થી ચાર કોલ આવતા હોય છે.અને અશોક પટેલ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઇ સાપો નું રેષ્ક્યું કરતા હોય છે. જેમાં અશોક પટેલ નાં જણાવ્યા મુજબ ટીમ્બરવા ગામે ખેતર માં કુવાની ઓરડી માંથી 5 ફૂટ લંબાઈ ધરાવતો કોમન કોબ્રા, અવાખલ ગામે ખેતર ની કુવાની ઓરડી માંથી સાડા પાંચ ફૂટ લંબાઈ ધરાવતો ઇન્ડિયન સ્પેકટિકલ કોબ્રા, દામાપુરા ગામ ના ખેતરે કુવાની ઓરડી માંથી 6 ફૂટ લાંબો ધામણ સાપ, અવાખલ ગામે આવેલ પોલટ્રી ફોર્મ માંથી ઇન્ડિયન સ્પેકટિકલ કોબ્રા, અવાખલ ગામે આવેલ નર્સરી મા કોમન ક્રેટ સાપ, ઝાંઝડ ગામે નર્મદા નદી પાસે આવેલ કલ્યાણ ધામ આશ્રમ માંથી 5 ફૂટ લંબાઈ ધરાવતા અઝગર, સાધલી ગામ થી કાયાવરોહણ સાધલી માર્ગ પર આવેલ ફાર્મ ની ઓરડી માંથી ધામણ સાપ, અવાખલ ગામે આવેલ ગુલાબ ફાર્મ માંથી 11 ફૂટ લંબાઈ ધરાવતા અઝગર નું કરાયું હતું રેસ્ક્યુ કરાયું હતું. વરસાદ ની સિઝન માં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટિમ ના રેસ્ક્યુર પટેલ અશોકભાઈ નાં જણાવ્યા મુજબ તેઓ રોજ ના 2 થી 3 સાપોનું રેસ્ક્યુ કરે છે જ્યારે વરસાદ ની સિઝન માં અત્યાર સુધી અંદાજિત 150 જેટલા નાના મોટા અલગ અલગ પ્રજાતિ ના સાપો તેમજ અઝગરો નું રેસક્યું કર્યું છે. રેસ્ક્યુ કરેલા સાપો ને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના રેસ્ક્યુર પટેલ અશોકભાઈ વનવિભાગ ની ગાઈડલાઈન પ્રમાણે વનવિભાગ ને સુપ્રત કરે છે તેમજ અમુક સાપોને વનવિભાગ ને કહી સુરક્ષિત જગ્યારે રિલીઝ કરે છે... વડોદરા ના શિનોર માં કોબ્રા સાપ, રસેલ વાઇપર સાપ, ધામણ સાપ, કૂકરી સાપ, રૂપ સુંદરી, કોમન ક્રેટ, કોમન કોબ્રા, ચેકર્ડકીલબેક, અજગર વિવિધ પ્રજાતિ ના સાપો નું રેસ્ક્યુ કરાયું છે.