ગુજકેટ પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
વાત્સલ્યમ્ સમાચાર
જેસિંગ વસાવા : દેડિયાપાડા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૩/૦૩/૨૦૨૫ ના રોજ ગુજકેટ-૨૦૨૫ ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા રાજપીપલામાં અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલ, મહીડા કન્યા વિનય મંદિર, સરકારી હાઇસ્કૂલ અને નવદુર્ગા હાઇસ્કૂલમાં લેવાશે. આ બાબતને ધ્યાને રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્બારા એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી પ્રતિબંધનાત્મક આદેશો જાહેર કરવામા આવ્યા છે.
આગામી તા. ૨૩ માર્ચ દરમિયાન સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૪:૦૦ કલાક સુધી યોજાનાર ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાના ઉપરોક્ત પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈએ લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ બેફામ, મનસ્વી રીતે તથા મોટા અવાજે વગાડવું નહીં તેમજ લાઉડ સ્પીકરનો અવાજ મકાનની બહાર જાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવું નહીં.
આ જાહેરનામાં અમલવારી તા. ૨૩ મી માર્ચ ૨૦૨૫ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી ૦૫:૦૦ કલાક સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારને શિક્ષાપા
ત્ર થશે.