
ભેસાણમાં આવેલ ઉબેણ નદી પર આવેલા પુલના સ્લેબમાં રેઇન ફોર્સમેન્ટ વિઝીબલ હોય તથા ખાણકી પથ્થરના એબ્ઝર્વમેન્ટ તથા પિયરમાં ખવાણ થયેલ છે. તેમજ નવા પુલના બાંધકામની કામગીરી હાલ શરૂ છે. જે અન્વયે ભેસાણ ગામમાં આવેલ ઉબેણ નદી ઉપર આવેલ પુલ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રી કે.બી.પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.ઉક્ત રસ્તો બંધ થવાથી વૈકલ્પિક રસ્તા તરીકે ભેસાણ- પરબ વાવડી- તડકા પીપળીયા- ચણાકા રોડ અને ચણાકા- તડકા પીપળીયા - પરબ વાવડી- ભેસાણ રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૦૯/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે




