બરકાલ ગામે વ્યાસેશ્વર મહાદેવના મંદિર ખાતે મહેસાણા 7 ગામ કડવા પટેલનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
ફૈઝ ખત્રી...શિનોર મહેસાણા 7 ગામ કડવા પટેલ સમાજ દ્વારા દર વર્ષે અલગ અલગ જગ્યાઓ પર સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા 7 ગામ કડવા પટેલ સમાજ દ્વારા શિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચે એક નાનકડા જંગલમાં આવેલ અતિ પૌરાણિક વ્યાંસેશ્વર મહાદેવના મંદિરે સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો.જેમાં અલગ અલગ રમતો માટે ગેમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નાના બાળકો સાથે મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં વિજેતા થયેલ સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છેકે વ્યાશેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક હોવાથી અનેક શ્રધ્ધાળુઓની આસ્થા જોડાયેલી હોય સમગ્ર રાજ્ય ભરમાંથી અનેક ભાવિક ભક્તો વ્યાસેશ્ચર મહાદેવના મંદિરે દર્શનાર્થે આવે છે.જેને લઇને વ્યાસેશ્ચર મહાદેવના મંદિરને દશમા મહિનામાં યાત્રાધામ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની જાહેરાત કરી,એક કરોડ 70 લાખ રૂપિયા મંજૂર કર્યા હતા.જેની મંજૂરી પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે.તેમ છતાં હજુ સુધી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની કોઈપણ કાર્યવાહી જે તે સંલગ્ન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી નથી,જેને લઇને મંદિરે રહેવા તેમજ આવવા - જવા માટેના રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે ભાવિક ભક્તોની લાગણી ને સમજીને સંલગ્ન વિભાગ દ્વારા સત્વરે વ્યાસેશ્ચર મહાદેવના મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી તેવી શ્રધ્ધાળુઓની લાગણી માંગણી છે.




