
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત અને બેન્ક ઓફ બરોડા સંચાલિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા તથા ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ૧૨ દિવસીય ફાસ્ટ ફુડ તાલીમ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન આહવા ખાતે યોજવામા આવી હતી. જેમાં ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોના કુલ ૨૪ સ્વ સહાય જૂથોના બહેનોએ ભાગ લીધો હતો.
આ તાલીમ દરમિયાન ફાસ્ટ ફૂડને લઈ, પાણી-પૂરી, દહી-પૂરી, ભેળ-પૂરી, કચોરી, મન્ચુરિયન, મિક્સ ભજીયા, બર્ગર, સેન્ડવિસ, બ્રેડ-પકોડા, વડાપાવ, પાવભાજી, પુલાવ, નૂડલ્સ, મોમોસ, પીઝા, ચટણી અને ચા-નાસ્તા માટે સ્થાનિક નાસ્તો, ચાયનીસ ડીસ વગેરે વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. તેમજ બેન્કિંગ માહિતી વીમા પેન્શન, વિવિધ સરકારી યોજનાઓ, ઓનલાઈન માર્કેટિંગ, ડિજિટલ બેન્કિંગ ફ્રોડ વિષેની સમજ આપવામાં આવી હતી.
આ પ્રમાણપત્ર વિતરણ કાર્યકર્મમાં DRDA માંથી ઉપસ્થિત APM સતિષભાઇએ ફાસ્ટ ફૂડ અંગેના રોજગારી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આવ્યું હતું. તેમજ તાલીમાર્થી તમામ બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતાં.





