GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા ગ્રેચ્યુઈટી અને પગાર ચુકવાતા સફાઈ કર્મચારીઓના પ્રતિક ધરણા સમાપ્ત

14 જેટલા નિવૃત સફાઈ કામદારોના ચેકો બનાવવાની કાર્યવાહી કરાઈ શરૂ

તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

14 જેટલા નિવૃત સફાઈ કામદારોના ચેકો બનાવવાની કાર્યવાહી કરાઈ શરૂ

સુરેન્દ્રનગર પાલિકાના 300 જેટલા સફાઇ કામદારોને વિવિધ પ્રશ્ર્નો પરેશાની થતા 14 દિવસથી પાલિકા કચેરી બહાર પ્રતિક ધરણા શરૂ કર્યા હતા પાલિકા પ્રમુખ દ્વારા સફાઇ કામદારોને ગ્રેજ્યુઇટીના ચેક અપાયા. 15 લાખ જેટલી રકમ સફાઇ કામદારોને ચૂકવવામાં આવી હતી આથી ધરણા પૂર્ણ થયા હતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકામાં 150 કાયમી અને 300થી વધુ સફાઇ કામદારો કામ કરે છે તેમને વિવિધ પ્રશ્ન સમસ્યા હોવાથી કર્મચારીઓ અને ગુજરાત રાજ્યક કર્મચારી સંઘે રજૂઆત કરી હતી પણ પ્રશ્ર્નો હલ ન થતા 15-7-2024થી પાલિકા કચેરી બહાર પ્રતિક ધરણા પર બેસી ગયા હતા સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા સામે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા, વી.જી. મારુ, અરૂણભાઇ વાઘેલા, ભીખાભાઈ પાટડીયા દ્વારા કાયમી સફાઈ કામદારોને ગ્રેજયુઈટી અને કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોનાં ચડત પગાર અપાવવા છેલ્લા 14 દિવસથી પ્રતિક ધરણાં કરવામાં આવી રહ્યાં હતાં જેથી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની ગ્રેજયુઈટી તેમજ પગાર ચૂકવવાની કાર્યવાહી તેજ કરેલ હતી ત્યારે કોન્ટ્રાક્ટ બેઝનાં સફાઈ કામદારોને 2 માસના પગાર કરી આપવામાં આવ્યા છે તેમજ ત્રીજો પગાર 4 દિવસમાં ચૂકવી આપવાની ખાતરી આપવામાં આવી છે તેમજ 15 જેટલા સફાઈ કામદારોને ગ્રેજયુઈટી ચેકો પાલિકાનાં પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા અને સ્વચ્છતા સમિતિના ચેરમેન હરેશભાઈ જાદવનાં હસ્તે ચૂકવવામાં આવ્યા હતા 14 જેટલા નિવૃત્ત સફાઈ કામદારોનાં ચેકો બનાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.

Back to top button
error: Content is protected !!