નરેશપરમાર.કરજણ-
દસ દિવસ નું આતિથ્ય માણ્યા બાદ માં દશામાં ની પ્રતિમા નું વિસર્જન ..
નારેશ્વર ધામ નર્મદા નદીના કિનારે આવેલું એક પવિત્ર સ્થળ છે, એટલે ઘણી વખત ત્યાં ગામડાઓમાંથી દશામાં પૂજાનું વિસર્જન કરવા માટે લોકો ઉમટે છે..
કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર નર્મદા નદી માં મોડી રાત થી દશામાંની મૂર્તિ વિસર્જન ચાલુ થઇ ગયું હતું દસ દિવસ નું આતીથ્ય માણી ને છેલ્લા દિવસે વિસર્જન કરવામાં આવે છે.ઉપરવાસ માં ભારે વરસાદ ના પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીનું જળસ્તર વધવાને કારણે નર્મદાનદી ના કાંઠા વિસ્તારો ને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે જેના ભાગ રૂપે આજે દશામાંની મૂર્તિ વિસર્જન કરવા નારેશ્વર કિનારે નર્મદાનદી આવતા હોય જેના કારણે કોઈ ઘટના ના બને એ માટે કરજણ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો