AHAVADANGGUJARAT

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સુરત રેંજ વિભાગનાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા જિલ્લા પોલીસ અધિક્ષકોમાં યશપાલ જગાણીયા અને એસ.જી.પાટીલનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડાંગ સાઈબર ક્રાઈમ બ્રાન્ચનાં પી.આઈ.વી.કે.ગઢવી તેમજ એલ.સી.બી.પી.એસ.આઈ.  કે.જે.નિરંજનની ટીમો દ્વારા મોબાઈલ ગુમ થયેલ તેમજ સાઈબર ફ્રોડ અંગેની અરજીઓ બાબતે સઘન તપાસ હાથ ધરી હતી.

જેમાં ડાંગ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.ડાંગ જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ વિભાગે કુલ 16 ગુમ થયેલ મોબાઈલ તથા સાયબર ક્રાઈમ ફ્રોડમાં ગયેલ કુલ રૂ.6.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત કર્યો છે. ચાલુ માસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં અરજદારો દ્વારા ડાંગ જિલ્લાના વઘઈ, આહવા, સાપુતારા તથા સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ પડી ગયેલ, ખોવાય ગયેલ, ગુમ થયેલ અંગેની અરજીઓ આપવામાં આવેલ હતી,જે અરજીઓ અનુસંધાને ડાંગ જીલ્લાનાં પોલીસ સ્ટેશન તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ડાંગ-આહવા નાઓ દ્વારા C. E.I.R. (Central Equipment Identity Register) પોર્ટલમાં ટ્રેસ કરી પોલીસ સ્ટેશનના બીટ ઇન્ચાર્જ અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટેકનીકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી હ્યુમન અને ટેકનીકલ સોર્સથી, પડી ગયેલ, ખોવાય ગયેલ મોબાઈલ નંગ- 16 જેની કિંમત રૂા.3,30,969/-નો મુદ્દામાલ રિકવર કરી અરજદારનાઓને પરત આપવામાં આવેલ છે.તેમજ સાયબર ક્રાઇમ ફ્રોડના ભોગ બનેલ વ્યકિતઓ કે જેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આહવા ખાતે આવી પોતાની સાથે થયેલ સાયબર ફ્રોડ બનાવ અંગે હકિક્તલક્ષી રજુઆત અરજીઓ કરેલ હોય,અને તે અરજીઓની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આહવા દ્વારા કરી કરાવડાવી ફ્રોડમાં ગયેલ કુલ રકમ રૂા. 3,25,305/- અરજદારોને પરત આપવામાં આવેલ છે. આમ, “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કુલ રૂા. 6,54, 274/- નો મુદ્દામાલ સુરત રેંજ વિભાગનાં આઈ.જી.પી.પ્રેમવીર સિંહ(IPS)નાં અધ્યક્ષ સ્થાને અરજદારોને પરત આપતા અરજદારોએ રાજીપો વ્યક્ત કરી પોલીસની સરહાનીય કામગીરીને બિરદાવી ડાંગ જિલ્લા પોલીસનો અભાર વ્યક્ત કર્યો છે..

Back to top button
error: Content is protected !!