
ચૂંટણી પૂર્વે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ; ગ્રામીણ આગેવાનોને અપાઈ જરૂરી સૂચનાઓ.
ભરૂચ જિલ્લામાં આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠક સંપન્ન થઈ હતી. PSI એમ. કે. ગઢવી તેમજ ASP અજય કુમાર મીણા ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. પોલીસ અધિકારીઓએ ગ્રામીણ આગેવાનોને અપીલ કરી હતી કે કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવું અને ગામમાં કોમી એકતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવા અને કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.બેઠકમાં હાજર રહેલા સરપંચો અને આગેવાનોએ પણ પોલીસ તંત્રને પૂરતો સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી.
ચૂંટણી દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવશે અને સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉમલ્લા પોલીસની આ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી છે.
ઈરફાન ખત્રી
રાજપારડી 











