BHUJGUJARATKUTCH

ખેલ મહાકુંભ ૨૦૨૫-શૂટિંગ વોલીબોલ સ્પર્ધા,માધાપર

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૨ ડિસેમ્બર : સર્વોદય સ્પોર્ટ્સ સેન્ટર, માધાપર ખાતે ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત ઓપન વિભાગ તથા ૪૦ વર્ષ ઉપરના ભાઈઓ માટેની શૂટિંગ વોલીબોલ સ્પર્ધાનું ભવ્ય આયોજન ઉત્સાહભેર યોજાયું. રમતપ્રેમી ખેલાડીઓની ભારે ઉપસ્થિતિથી સમગ્ર સ્થળ રમતિયાળ જુસ્સો અને ઊર્જાથી છલકાઈ ઉઠ્યું.આ સ્પર્ધામાં કુલ નવ ટીમોના લગભગ ૯૦ જેટલા ખેલાડીઓએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. બંને વિભાગમાં રમાયેલી મેચોમાં ખેલાડીઓએ ઉત્તમ રમતકૌશલ્ય, ટીમ વર્ક અને શિસ્તબદ્ધ રમતભાવનું પ્રદર્શન કર્યું હતું.

ઓપન વિભાગના પરિણામો: પ્રથમ સ્થાન: કષ્ટભંજન, ભુજ

બીજું સ્થાન: નો ફાઉલ ટીમ

ત્રીજું સ્થાન: પોલીસ હેડ ક્વાટર્સ વોલીબોલ ક્લબ

૪૦ વર્ષ ઉપરના વિભાગના પરિણામો:

પ્રથમ સ્થાન: લીલાશાહ ટીમ

બીજું સ્થાન: પોલીસ હેડ ક્વાટર્સ વોલીબોલ ક્લબ

ત્રીજું સ્થાન: ડૉ. ભાનુશાલી ટીમ

આયોજનને સુયોગ્ય દિશા આપવા ડૉ. ડી. એલ. ડાકી અને ડૉ. આર. ડી. ઝાલાના માર્ગદર્શન અને સંકલનનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. સ્પર્ધા સ્થળે રમતગમત સેલ, ભાજપા પ્રદેશના સભ્ય ડૉ. વિષ્ણુ ચૌધરી, જાણીતા ગાયનેક ડૉ. ભાનુશાલી, શ્રી અજય બારોટ, શ્રી અતુલ રાઠોડ સહિતના માન્ય અગ્રણીઓએ હાજરી આપી ખેલાડીઓને ઊર્જાવાન બનાવ્યા હતા.સ્પર્ધાને નિયમબદ્ધ અને નિષ્પક્ષ બનાવવા ભીખાભાઈ આર્યએ રેફરી તરીકે પોતાની ફરજ સફળતાપૂર્વક નિભાવી હતી.આ સમગ્ર કાર્યક્રમ રમતગમત પ્રત્યેની વધતી રસ અને સ્થાનિક ખેલાડીઓમાં રહેલી પ્રતિભાનું પ્રતીક કહી શકાય. આયોજક મંડળ, ખેલાડીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે. વિજેતા તથા ભાગ લેનાર તમામ ખેલાડીઓને આવનારા સમયમાં વધુ પ્રગતિ અને સફળતા માટે શુભકામનાઓ.

Back to top button
error: Content is protected !!