હોળી તહેવાર પૂર્વે પાવીજેતપુરના વદેશીયા માં ગત વહેલી સવારે બુટલેગર ની ચિક્કાર દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકતા લોકોએ લૂંટ ચલાવી અકાસ્મત કાર નો કચ્ચર ધાણ.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વાંકી ચોકડી તરફ થી સિહોદ બાજુ વહેલી સવારે બુટલેગર ની બ્રેઝા ફોરવીલર કાર નંબર GJ 06 PH 9893 ,પૂર પાટ ઝડપે જઈ રહી હતી.
ત્યારે ચાલક એ ઇસ્ટરિંગ પર થી કાબુ ગુમાવતા વધેશીયા પાસે આવેલા નાળામાં કાર ખાબકતા વાયુ વેગે દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકી હોવાની જાણ થતા લોક ટોળા એકત્ર થઈ ગયા હતા બ્રેઝા કાર માં બીયર તેમજ દારૂની બોટલો લોકોની નજરે ચડતા લોકો એ લૂંટ ચલાવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત માં દારૂ બંધી હોવા છતા છોટાઉદેપુર જિલ્લા ને અડી ને આવેલા મધ્ય પ્રદેશમાં થી બૂટલેગરો સોટ કટમાં પોતાની વધુ રૂપિયા કમાવવા દારૂ ઘુસાડવા ને લઈ પોલીસ થી બચવા અલગ અલગ તરકીબો અજમાવી દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે. ગતરોજ વહેલી સવારે લઝઘરીસ કારમાં ખીચો ખીચદારૂ ભરી વાંકી ચોકડી તરફ સિહોદ તરફ બે અલગ અલગ કારમાં બુટલેગર દ્વારા પુર પાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો ત્યારે એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા વધેશીયા પાસે આવેલા નાળામાં ખાબકતા સવાર બુટલેગર ને ગંભીર ઇજાઓ પહોંચતા નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી ત્યારે બીજી એક કાર ચાલક પોતાની કાર ને લઈને પૂરપાટ ઝડપે આગળ નીકળી ગયો હતો અને વાઘવા ગામ ની આસપાસ કાર મૂકી ફરાર થઇ ગયો હોવાને લઈ એ કારમાંથી પણ લોકો એ દારૂ ની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે.
સમગ્ર ઘટનાની જાણ પાવીજેતપુર પોલીસને થતા અકસ્માત માં થયેલ કાર માં વધેલો દારૂ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી જેતપુર પાવી પોલીસે કરેલ છે.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર