
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ – માલપુર રોડ પર પુલનું કામ શરૂ, ડાઈવર્ઝન માં વાહનચાલકોને મુશ્કેલી, મામલતદાર કચેરી સહિત આરોગ્ય કેન્દ્રમાં જતા લોકોને મુશ્કેલી
મેઘરજ અને માલપુર રોડ પર મેઘરજ મામલતદાર કચેરી પાસે પુલનું કામ કાજ શરૂ કરવામાં આવ્યું છે જેને લઇ રસ્તા પર પુલનું કામ શરૂ હોવાથી ડાઈવર્ઝન આપેલ હતું શરૂઆત થી જ ડાઈવર્ઝન ને લઇ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં કોન્ટ્રાકટર ધ્વારા પહેલા પ્રાઈવેટ જગ્યાએ ડાઈવર્ઝન અપાતા માલિકી ની જગ્યાએ રસ્તો બંધ કર્યો હતો જેને લઇ ફરીથી બીજી જગ્યાએ ડાઈવર્ઝન આપ્યું હતું પરંતુ જાણેકે તંત્ર ધ્વારા મૂર્ખતા ભર્યું કામ કર્યું હોય તેવો ઘાટ છે હાલ જે ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે જ્યાં માત્ર સિંગલ જ રસ્તો છે અને સામેથી વાહન પસાર થાય છે તો સામેથી બીજું વાહન પસાર થતા જ્યાં સુધી સામેનું વાહન પસાર ન થાય ત્યાં સુધી અન્ય વાહનો ને ઊભા રહેવું પડે છે બીજી તરફ સામે મામલતદાર ની કચેરી તેમજ સરકારી આરોગ્ય કેન્દ્ર કોર્ટ કોલેજ iti આવેલ છે જ્યાં દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. પરંતુ ડાઈવર્ઝન આપવામાં જાણે કે મૂર્ખતા ભર્યું કામ કર્યું છે તેવો ઘાટ છે આ બાબતે હાલ વાહનચાલકો અને લોકોમાં મુશ્કેલી વેઠવાનો વારો છે આ બાબતે તંત્ર જાગૃત બને અને યોગ્ય નિકાલ કરે તે જરૂરી છે.





