તા. ૨૪. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાના એક ગામના બેનને પતિ દ્વારા માર મારતા ૧૮૧ અભયમની મદદે લીધી
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના એક ગામના બેન દ્વારા 181 માં કોલ કરીને જણાવેલ કે મારો પતિ ફોન માં પંદર મિનિટ જેવો ફોન ચાલુ હતો તો મે કીધુ કે કોનો ફોન આવ્યો હતો એટલું કીધું તો મારા પતિએ એમનો ફોન તોડી નાખ્યો હતો એવુ કહે કે કાકા જોડે પંદર મિનિટ વાત કરી અને કાકાને બોલાવ્યા અને એમનો મોબાઈલ ચેક કર્યો તો એમની જોડે તો બે મિનિટ વાત કરેલ હતી.મે કીધુ તારી ભૂલ છે તો એટલા માં મને ખેતરમાં દોડાવી દોડાવીને માર મારવા લાગ્યો હતો તો અને હવે તારી સાથે કોઈ સંબંધ નહિ એવુ કહી ને અપશબ્દો બોલવા લાગ્યા તો એમને સમજાવવા માટે 181 વાનની મદદ માંગી હતી. અભયમ ટીમ દ્વારા કાઉસેલિંગ કરી પીડિતા બેનના પતિ ને પારાવારિક જવાબદારીઓથી વાકેફ કરેલ છે.તથા સામાજિક અને કાયદાકીય જવાબદારી ભાન કરાવતા પીડિતા બેનના પતિ એ પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે પસી મારી પત્ની ને કોઈ પણ પ્રકારનો ત્રાસ આપીશ નહિ તેવી ખાતરી આપી હતી અને પતિ પત્ની વચ્ચે અસરકારક કાઉન્સિલિંગ કરી પારાવરિક ઝગડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું અને બેન ને પોતાને મળેલ મદદ બદલ આભાર માન્યો હતો