GUJARATMAHISAGARSANTRAMPUR

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તારીખ 14 ડિસેમ્બરે નેશનલ લોક અદાલત નું આયોજન

મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૪ ડીસેમ્બર નેશનલ લોક અદાલતનું આયોજન

અમીન કોઠારી. ♣ મહીસાગર

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં ઉપક્રમે મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૪/૧૨/૨૪ ને શનિવારના રોજ ૧૦:૦૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન જીલ્લા ની તમામ કોટૅમા કરવામાં આવેલ છે.

જેમાં સમાધાનલાયક કેસો જેવા કે ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૮ ના કેસો, બેંક રીકવરીના કેસો, અકસ્માત વળતરના કેસો, મજુર ડીસ્ચ્યુટના કેસો, જમીન સંપાદના કેસો, ફેરફાર/ભાગલા/ભાડા બેંન્ક વસુલાત/સુખાધિકારીના હકકો વગેરેના દિવાની દાવાઓ, વિજળી અને પાણીના બિલના કેસો, પ્રિ-લીટીગેશનના કેસો, ભરણ પોષણના કેસો અને કૌટુંબિક ઝધડાના કેસોનો સમાધાન લાયક કેસો તેમજ અન્ય સમાધાન કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

જેમાં કેસો મુકવા ઈચ્છતા પક્ષકારો, વકીલો, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર તથા મહીસાગર જીલ્લાની જે તે તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનનો સંપર્ક કરશો.

Back to top button
error: Content is protected !!