નવસારી જિલ્લામાં આદિજાતિ સમુદાયના પરિવારોને મળ્યા સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજના-સેવાઓના લાભ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વાંસદા ,જલાલપોર , ચીખલી અને નવસારી તાલુકાઓમાં બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો*

નવસારી:તા.૧૦.ધરતી આબા જન ભાગીદારી અભિયાન (DA JUGA) અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત વાંસદા ,જલાલપોર , ચીખલી અને નવસારી તાલુકામાં વસતાં આદિજાતિ સમુદાયના લોકોને સેવાકીય લાભો પહોચાડવા માટે અલગ-અલગ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં નાગરિકોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ તથા લાભ સેવાઓના લાભ પ્રાપ્ત થયો છે. ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજરોજ વાંસદા તાલુકાના વાંદરવેલા પ્રાથમિક શાળા ,ચીખલી તાલુકા દેગામ પ્રાથમિક શાળા , જલાલપોર તાલુકાના ચોખાડ પ્રાથમિક શાળા અને નવસારી તાલુકાના વેજલપોર મંડળી ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વાંસદા તાલુકાના વાંદરવેલા –વાઘાબારી –ઢોલુમ્બર –રંગપુર – વાંસકુઈ – કંસારીયા – કેલીયા –સુખાબારી, ખેરગામ તાલુકાના આછવણી – જામનપાડા – પાણીખડક – નડગધરી – પંણજ , જલાલપોર તાલુકાના ચોખડ ચીખલી તાલુકાના મીણકચ્છ –સુથવાડ –ચાસા –બારોલીયા –દેગામ-આલીપોર અને નવસારી તાલુકાના વેજલપોર – તેલાડા આમડપોર ગામના આદિવાસી સમુદાયના ગ્રામજનોએ કેમ્પમાં ભાગ લઇ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો તથા નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી.
આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ (PM-JAY), જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પીએમ-કિસાન જન ધન ખાતું, વીમા કવર (PMJJBY/ PMSBY) વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ (મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન) મહિલાઓ અને બાળકો માટે આંગણવાડી લાભ, રસીકરણ વગેરે કામગીરી કરવામાં આવનાર છે.



