
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
શામળાજી તાલુકાની આર્ય જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીનું જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન
જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે આયોજીત અરવલ્લી જિલ્લાનો કલા ઉત્સવ 2025/26 ડાયટ મોડાસા મુકામે યોજાયેલ જેમાં આર્ય જ્યોતિ વિદ્યાલય શામળાજી તા.શામળાજી જિ.અરવલ્લી ના વિદ્યાર્થી ભગોરા શિવમ એ ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું. તે બદલ માર્ગદર્શન શિક્ષક ડી.પી. પટેલ તેમજ વિદ્યાર્થીને શામળાજી કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ કટારા,શાળાના આચાર્ય એલ.બી. સુથાર અને શાળા પરિવાર દ્વારા અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.




