હેલી ખેતીયા-યુવા વયે શ્રેષ્ઠ “સેવા” પ્રકલ્પો
જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન અધિવેશનમાં હેલીબેન છવાઇ ગયા
જામનગર (ભરત ભોગાયતા)
જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન થ્રી બી નું વાર્ષિક અધિવેશન નું આયોજન બોટાદ મુકામે ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન પી.સી. જોશી ના અધ્યક્ષ સ્થાને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા સારંગપુર સ્વામિનારાયણ મંદિરના મહંત વિવેક સાગર સ્વામી વગેરેની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું જેમાં જાયન્ટસ ગ્રુપ જામ ખંભાળિયા ને એની સામાજિક સેવાઓ બદલ અલગ અલગ પાંચ એવોર્ડ મળેલ છે આ એવોર્ડમાં વ્યસનમુક્તિ અભિયાન શિક્ષણના પ્રોજેક્ટ બેટી બચાવો બેટી પઢાવો ના પ્રોજેક્ટ જુદા જુદા પાંચ એવોર્ડ. સમાજ સેવા કાયૅ બદલ મળ્યા ફેડરેશન પ્રમુખ કેતનભાઇ રોજેશરા દ્વારા વધારાનો એવોર્ડ જામખંભાળિયા ના પ્રમુખ હેલીબેન ખેતીયા ને ફેડરેશન ના સૌથી નાની ઉંમરના પ્રમુખ અને સૌથી સારામાં સારી સમાજ સેવાની પ્રવૃત્તિ બદલ એને સ્પેશિયલ એવોર્ડ થી બોટાદ મુકામે એમનું સન્માન કરવામાં આવ્યું હતુ
__________________
ભરત જી.ભોગાયતા
પત્રકાર (ગર્વ.એક્રેડેટ)
બી.એસસી.,એલ.એલ.બી.,ડી.એન.વાય.
જામનગર
8758659878