બનાસકાંઠા ડિસ્ટ્રિકટ કેળવણી મંડળ દ્વારા શ્રેષ્ઠ વિદ્યાર્થી વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો

13 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિકટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી.મોદી વિદ્યાસંકુલની વિવિધ કોલેજના શ્રેષ્ઠ વિદ્યાર્થી વાર્ષિક પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજયો આ વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહમાં આર્ટસ, સાયન્સ, કોમર્સ, બીબીએ, બીસીએ, ફાઈન આર્ટસ અને લો કોલેજના જે તે વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને તેઓની શૈક્ષણિક સિદ્ધિ ઉપરાંત નેશનલ/રાજ્ય/આંતર યુનિવર્સીટી/યુનિવર્સીટી કક્ષાએ તેમજ કોલેજ કક્ષાએ વિવિધ પ્રવૃતિઓમાં કરેલ ઉત્કૃષ્ઠ દેખાવ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પેટે શિક્ષણ ફીમાં રાહત આપવા માટે અનેક દાતાશ્રીઓ તરફથી સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેમ્પસના 46 વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ તરફથી અંદાજીત કુલ ૨ લાખની સ્કોલરશીપ/ પ્રાઈઝીસ, સુવર્ણમંડિત ચંદ્રક તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દાતાશ્રીઓની જીવન ઝરમરનું વાંચન કરીને તેઓએ કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં સાયન્સ અને કોમર્સ કોલેજના આચાર્ય ર્ડા. યોગેશ ડબગરે સર્વે ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓના પરિવારજનોનું શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ કાર્યક્રમમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવેલ તથા ગત વર્ષથી સંશોધન ક્ષેત્રે વિશેષ યોગદાન કરનાર અધ્યાપક્શ્રીઓનું સન્માન આ વખતે પણ કરેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ધવલભાઈ મોઢ (મેનેજીંગ ચેરમેન, જ્યોતીન્દ્ર ગ્રુપ) સુવર્ણ મંડિત ચંદ્રક એનાયત કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને વિદ્યાર્થીઓને વધુ ને વધુ આગળ વધવા માર્ગદર્શન પૂરું પાડેલ. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે સેક્રેટરી શ્રી સુનિલભાઈ શાહે વિધાર્થીઓને શ્રેષ્ઠતા હાંસલ કરવાની તલપ, સકારાત્મક સ્પર્ધા અને પરિશ્રમ કરવા હાકલ કરી હતી. કાર્યક્રમમાં ઉપપ્રમુખ શ્રી આર. વી. શાહ, કારોબરી સમિતિના સભ્યોમાં શ્રી રાજેશભાઈ વકીલ, વિવિધ સ્કોલરશીપના દાતા આદરણીય શ્રી પ્રતિમાબેન મોદી, અનીષાબેન મોદી, શેફાલીબેન મોદી, ડૉ. એમ. વી. હાથી, શ્રી યોગેશભાઈ પટેલ, તેમજ કેમ્પસના એકેડેમિક નિયામક શ્રી અમિત કે પરીખ, મદદનીશ નિયામકશ્રી અપૂર્વ મહેતા, વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપક્શ્રીઓ અને પુરસ્કૃત કરાયેલા વિદ્યાર્થીઓના વાલીશ્રી અને આમંત્રિત મહેમાનો સહીત ૬૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યકમનું સંચાલન ડૉ. સુરેશ પ્રજાપતી અને ર્ડા. કિરણભાઈ મહેતાએ કર્યું હતું આ કાર્યકમની આભારવિધિ ડૉ. કે. સી. પટેલે કરી હતી. આ કાર્યક્રમનું આયોજન આર. આર. મહેતા અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સના યજમાન પદે થયું હતું.








