છોટાઉદેપુર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ પર થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ ઉજવણી કરાઈ.

મૂકેશ પરમાર,,નસવાડી
છોટાઉદેપુરમહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા તા.૨૫ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ છે જે ભાગરૂપે તા.૦૫/૧૨/૨૦૨૪ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023 અને ખાસ અધિકારો” ભારતીય નાગરિક સુરક્ષા ૨૦૨૩ હેઠળ વિકટીમ કમ્પન શેસન વગેરેના અનુંસંધાને જાગૃતતા સેમિનાર અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના લો કોલેજ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી યોજના જેવી કે osc સેન્ટર, PBSC સેન્ટર, BBBP યોજના,dhew યોજના, વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના,માહિતી આપી હતી. લો કોલેજ છોટાઉદેપુરના પ્રોફેસરશ્રી દ્વારા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩અને ખાસ અધિકારો” ભારતીય નાગરિક સુરક્ષા ૨૦૨૩ હેઠળ વિકટીમ કમ્પનશેસન નવા કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી. પોલીસ વિભાગમાંથી આવેલ મહિલા પોલીસ સ્ટેશન ના PSI શ્રી દ્વારા SHE TEM વિશે તેમજ બાળલગ્ન, અને ઘરેલુ હિંસા વિશેની માહિતી આપવામાં આવી હતી. આ અવસરે પોલિસ વિભાગ,લો કોલેજ ના સ્ટાફ ગણ સ્ટાફ ગણ તેમજ લો કોલેજના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, કોલેજના વિધાર્થીઓ, મહિલા અને બાળ અધિકારીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.



