વીરાવાડા ખાતે બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત વર્કશોપ યોજાયો

વીરાવાડા ખાતે બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત વર્કશોપ યોજાયો
*****
સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીરાવાડા ખાતે બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત પીસી એન્ડ પીએનડીટી એક્ટના અનુસંધાને ચેરપર્સનશ્રી કુ.કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષસ્થાને વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપમાં કું.કૌશલ્યા કુંવરબાએ પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત સોનોગ્રાફી મશીનના રજીસ્ટ્રેશન, તેના ઉપયોગ અને કાયદાનું ઉલંગન કરનાર સામે કાયદાકીય કડક કાર્યવાહીઅંગે વિગતે ચર્ચા કરી હતી. સાથે જ સમાજ જાગૃતિ કેળવીને દીકરીના જન્મને આવકારી દીકરીના શિક્ષણ ઉપર વિશેષ કાળજીલેવા જણાવ્યું હતું. આ સાથે સરકારશ્રીની વિવિધ યોજના જેમાં પીએમજેવાય કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, નમોશ્રી યોજના નો લાભ લેવા જણાવ્યું હતું. જે ગામમાં સેક્સ રેશિયો હજાર કરતા વધારે હતા તે ગામના સરપંચશ્રીઓનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.રાજેશ પટેલ દ્વારા હિંમતનગર તાલુકાની પીસી એન્ડ પીએનડીટી એક્ટના અનુસંધાને સોનોગ્રાફી ક્લિનિક અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી વિષે માહિતી આપવામાં આવી હતી. આ સાથે પી.એચ.સી વિસ્તારના 15 ગામોમાં છેલ્લા ત્રણ વર્ષનો સેક્સ રેશીયોની માહિતી રજૂ કરવામાં આવી હતી.
આ વર્કશોપમાં વીરાવાડા ગામમાં 1/01/2025 થી 2/04/2025 સુધી જન્મ થયેલ દીકરીના માતા પિતાને રૂપિયા 501 રોકડ રમક આપીને દાતા શ્રી દેવેન્દ્રસિંહ પરમાર દ્વારા માતાપિતાનું અને દીકરીનું સન્માન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ,તાલુકા કારોબારી અધ્યક્ષશ્રી દિલીપસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યશ્રી કાલિદાસભાઈ પ્રજાપતિ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યશ્રી રજનીકાંતભાઈ પટેલ વીરાવાડા, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલ તથા આજુબાજુના ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા






