સરદાર સરોવર ડેમમાં ૩.૫૪ લાખ ક્યુસેક પાણીની આવક થતાં સપાટી ૧૩૨.૨૩ મીટર સુધી પહોંચી
ઉપરવાસમાંથી ભરપૂર પાણીની આવક થતાં જળ સપાટી વોરનિંગ સ્ટેજ પર પોહચી
રાજપીપલા : જુનેદ ખત્રી
વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી તારીખ ૧૦ ઓગષ્ટ ૨૦૨૪ સવારે ૮ કલાકે ૧૩૨.૨૩ મીટર સુધી પહોંચી છે. ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઇ રહી છે.
સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના ૭૯.૫૩ ટકા પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે ૨૪,૭૨૯ કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે