હરિદ્વાર પવિત્ર ગંગાનદીના મહારાજા અગ્રેસર ઘાટ ખાતે શિવભક્તનું બિરુદ ધરાવતા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ના પરિવારજનો દ્રારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ કારતક માસની ચોથથી કરવામાં આવ્યો જેનો લાભ શ્રોતાઓ મેળવી રહ્યા છે
ગંગાનદીનાસ્વર્ગલોકમાં બિરાજતા ભગવાન શ્રી શંકરની જટામાજી પુથ્વી ઉપર રાજા ભગીરથજીએ ભક્તિ કરીને ગંગા માતાજીને હિમાલય પર્વતઉપર ઉતારી છે. આ ગંગાજી ત્યાંથી હરિદ્વાર માં ખડખડ વહે છે.પવિત્ર ગંગા નદીના કિનારે મહારાજ હરિદ્વાર ખાતે પુરાણીક શિવમંદિરથી મહારાજા અગ્રેસર ઘાટ સુધી વાજતે ગાજતે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. આ ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજી અશોકભાઈ આચાર્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે.
છોટી કાશીનું વિરુદ્ધ ધરાવતા જામનગરના માનવસેવાના ભેખધારી એવા શિવભક્ત અને રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) અને તેના પરિવારજનો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી હરિદ્વાર ગંગા નદીના ઘાટ ઉપર મહારાજા અગ્રેસર ઘાટ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહેલ છે જેના ભાગરૂપે આ વર્ષે આયોજન કરાયું છે
શિવ મંદિર ખાતે ભાગવતજીની પૂજા અર્ચના બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે કરાવેલ હતી. બાદમાં શિવમંદિરથી પોથીયાત્રા ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રો ગુંજી ઉઠ્યા હતા, કૃષ્ણ ભગવાનની ધૂન સાથે આ પોથીયાત્રા કથા ના સ્થળ એવા મહારાજા અગ્રેસર ઘાટે પહોંચી હતી.આ પોથી યાત્રા દરમિયાન હકુભાના પરિવારજનો પણ જોડાયા હતા વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રી શ્રી અશોકભાઈ આચાર્ય અને ભાગવતજી પૂજા અર્ચના કર્યા બાદ સંગીતમય શેલી સાથે કથાનો પ્રારંભ કરાવ્યો હતો કળયુગમાં જ્ઞાનયજ્ઞ માનવ જીવન માટે ખૂબ પુણ્યકારક ગણાવ્યું છે.
શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં હકુભા જાડેજા તેમના પરિવારજનો સહિતના શ્રોતાઓ કથા શ્રવણ કરવા લીન બન્યા હતા