Navsari: વાંસદા પ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર વયનિવૃત્તિ થતાં વિદાય સમારંભ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ વાંસદા તાલુકા કેળવણી મંડળ વાંસદા સંચાલિત શ્રી પ્રતાપ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના નાયબ અધ્યક્ષ ડી એસ પટેલના અધ્યક્ષ સ્થાને આચાર્ય મહેન્દ્રસિંહ પરમારનો નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ વિદાય સમારંભ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમંત મહારાજા જયવિરેન્દ્રસિંહજી સોલંકી તેમજ અતિથિ વિશેષ તરીકે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો.રાજેશ્રીબેન ટંડેલ, યુએસએ નિવાસી અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અબ્બાસભાઈ કોન્ટ્રાક્ટર, કેળવણી મંડળના પ્રમુખ નટુભાઈ પાંચાલ, ઉપપ્રમુખ રાજેશભાઈ ગાંધી, ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ સોલંકી, મુકેશભાઈ પાનવાલા, સહમંત્રી કમલેશભાઈ કેવટ અને તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત મુકેશભાઈ પાનવાલા તેમજ કેળવણી મંડળના <span;>ટ્રસ્ટીશ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકીએ સન્માનપત્રનું વાંચન કર્યું હતું.તેમજ શિક્ષણ વિભાગના નાયબ અધ્યક્ષ ડી.એસ.પટેલ હસ્તે શોલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વાંસદા રાજપૂત સમાજ દ્વારા શ્રીમંત મહારાજાના વરદ હસ્તે સન્માન પત્ર, તલવાર આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા નિમિષાબેન ટંડેલ,શિલાબેન પટેલ,હીનાબેન પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.




