BHARUCHGUJARATNETRANG

નેત્રંગ નગરમાં ભગવાન શ્રી રામલલ્લા નીકળ્યા નગરચર્યાએ ખૂબ ઉત્સાહ ભેર નગરજનો જોડાયાં…

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૮/૦૪/૨૦૨૪

 

ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ જેને રામ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે.જેની ભારતભરમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મહા આરતી કરવામાં આવતી હોય છે.

નેત્રંગ નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૭/૦૪/૨૦૨૪ને બુધવારના રોજ રામ નવમીના દિવસે નેત્રંગ નગરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ, (આર.એસ.એસ)તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં રામ ભક્તો ઉત્સાહ ભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું.

 

નેત્રંગ નગરમાં ગાંધી બજાર વિસ્તારમાં આવેલા શ્રી જલારામ મંદિર ખાતેથી બપોરે ૦૩:૦૦ કલાકે શોભાયાત્રા પ્રસ્થાન કરી તુલસી ફળિયામાં આવેલ શ્રી રણછોડજી મંદિર, જલારામ ફળિયું, જવાહર બજાર, ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતમીના પુષ્પાંજલિ કરી, જીન બજાર રાધા કૃષ્ણ મંદિરે શોભાયાત્રાનું સમાપન કરવામા આવ્યું હતું.

 

નેત્રંગ નગરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. જય જય શ્રીરામના ગગનભેદી નારાઓ નેત્રંગ નગર ગુંજી ઉઠ્યું હતું. નેત્રંગ નગરના જવાહર બજાર વિસ્તારમાં રહેતા ચિરાગ સોની તેમજ મિત્રન મંડળ, જયેશભાઈ માલી અને કલ્પેશ અગ્રવાલ દ્વારા પાણી અને છાશ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

ભગવાન શ્રી રામલલ્લાના જન્મોત્સવ નિમીત્તે યોજાયેલ શોભાયાત્રા શાંતિમય માહોલ મા પૂર્ણ થાય તે માટે નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંગ દ્વારા પણ કાળઝાળ ગરમીને ઘ્યાનમાં રાખીને સમગ્ર શોભાયાત્રામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

બોક્ષ – ૧

 

રામનવમી ના તહેવાર અનુસંધાને રામલલ્લા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ડી.જેના તાલે ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂર્વક અને ભક્તિમય વાતાવરણમાં નેત્રંગ ટાઉન વિસ્તારમાં નગર ચર્ચા રૂપે ફરી ઘરે બેઠા દર્શન આપ્યા અને તે વખતે નેત્રંગ લઘુમતી સમાજના આગેવાન અબ્દુલ રઉફ ઇબ્રાહિમ કાગઝી તથા તેમના “સૂર્યા મંડળ”ના નામી તથા અનામી સ્વયં સેવકો દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે ઉનાળાના 44 ડિગ્રી તાપમાનમાં ઠંડા પાણી,છાશ પાઉચનની વ્યવસ્થા કરી યાત્રાના ભાવીક ભક્તોને આગ્રહ પૂર્વક આપી કોમી એકતા તથા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!