દીઓદર તાલુકાના લુદ્રા ખાતે ભજન સત્સંગ તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ..
દીઓદર તાલુકાના લુદ્રા ખાતે ભજન સત્સંગ તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ..

લુદ્રા ખાતે ભજન સત્સંગ તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ..
દીઓદર તાલુકાના લુદ્રા ગામના અને શ્રી રામદેવ બાબાના પરમ ઉપાસક રમેશભાઈ,દેવાભાઈ, ઈશ્વરભાઈ,દિનેશભાઈ ના માતૃશ્રી સ્વ.તેજીબેન સગરામભાઈ પ્રજાપતિ (સમોચા) નું આકસ્મિક અવસાન સવંત ૨૦૮૦ ના શ્રવણવદ-૯ ને મંગળવાર તા.૨૭/૦૮/૨૦૨૪ ના રોજ થયેલ.સ્વ.ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સવંત ૨૦૮૧ ના શ્રવણવદ-૯ ને રવિવાર તા.૧૭/૦૮/૨૦૨૫ ના રોજ રાત્રે ૮.૩૦ કલાક થી સવારે ૪ કલાક સુધી સંતશ્રી સોહમરામ બાપુ ગુરૂશ્રી અરજણદાસસાહેબ સંતશ્રી સોહમ આશ્રમ રાજપુરની પાવન નિશ્રામાં ભેમારામ ભગત ઈદ્રમાણા,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના સહમંત્રી રમેશભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં ભોજન પ્રસાદ લઈ પ્રજાપતિ સગરામભાઈ મેહાભાઈ પરિવાર દ્વારા ભજન સત્સંગ તથા શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.ત્યારે જયંતિજી ઠાકોર રતનપુરા,જયંતીભાઈ પ્રજાપતિ શિહોરી,હર્ષાબેન સરિયદ,પ્રહલાદરામ ભગત ઈદ્રમાણા ના મુખારવિંદે તબલા વાદક દિનેશજી ઠાકોરના તબલા ના તાલે ભજન સત્સંગ કરવામા આવેલ ત્યારબાદ સ્વ.તેજીબેનને શ્રધ્ધાંજલી અર્પણ કરી પરિવાર દ્વારા આરતી ઉતારી પ્રસાદ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે જીવણભાઈ,ઈશ્વરભાઈ, ગોવિંદભાઈ,પરબતભાઈ, બાબુભાઈ,બીજલભાઈ તેમજ રતનપુરા,નાણોટા,ઈદ્રમાણા નેકારીયા,થરા, માંડલા, કાંસા, સરિયદ સહીત શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજમાંથી વિશાળ સંખ્યામાં સગા સ્નેહીજનોએ ભોજન પ્રસાદ બાદ ભજન સત્સંગનો લાભ લઈ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530




