
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા ના નાની ઈસરોલ ગામે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લા ના નાની ઈસરોલ ગામે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસા તાલુકાના નાની ઈસરોલ ગામની સિમ માં વર્ષો જૂનું મહાદેવ નું મંદિર આવેલું અતૂટ,શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે ત્યારે 15 દિવસ ભર્મલીન થયેલ મહંત ની પ્રેણા સ્વરૂપ આરસ પથ્થર ની મૂર્તિ ની સ્થાપના કરવા માં આવી. છેલ્લા 40 વર્ષ થી એક જગ્યાએ મહાદેવ ના પૂજા અર્ચના કર્તા હતા ત્યારે સ્વ. સીતારામ જી મહારાજ ની મૂર્તિ ની શોભા યાત્રા કાઢવા માં આવી હતી. હવન, પૂજા, આરતી, બાદ મહા પ્રસાદ નું આયોજન કરવા માં આવ્યું હતુ. ત્યારે આ પાવન પર્વ માં ભ્રમલીન બાપુ ના ભંડારા માં 24 જેટલા સંતો મહંત તો સાધુઓ, ભંડારાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ઈસરોલ ગામ ના યુવા આગેવાન, મહેન્દ્ર સિંહ ઠાકોર તથા સમસ્ત ગ્રામજનો એ ભારે જેહમત ઉઠાવી હતી.





