GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ભરત પંડ્યાએ કહ્યુ”ભાજપમાં આઠ પ્રતિજ્ઞાનું મહત્વ”

 

પ્રદેશ સહસંયોજક ભરત પંડ્યાનું માર્ગદર્શન રવિવારે સવારે રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની સક્રિય સદસ્યતા અભિયાનની બેઠક મળી.

આ બેઠકમાં સૌથી પહેલાં તમામ આગેવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની “મન કી બાત” નો કાર્યક્રમ સાથે ભાજપ કાર્યકર્તાઓએ નિહાળ્યો હતો.

*સક્રિય સભ્ય ફોર્મ પરથી કાર્યકર્તાઓનાં અભ્યાસ, વ્યવસાય, કૌશલ્ય, સામાજીક પ્રવૃતિ, રાજકીય જવાબદારી અને સોશિયલ મીડીયા સાથેનો ડેટાબેન્ક તૈયાર કરવામાં આવશેઃ પ્રદેશ સહસંયોજક ભરત પંડયા

*સક્રિય સભ્ય ફોર્મની પહોંચમાં અષ્ટપદી જેવી ભાજપની મહત્વની પ્રતિજ્ઞાઓ છપાયેલ હશેઃ ભરત પંડયા

> પ્રાથમિક સભ્યએ વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી બનવા માટેનું સંખ્યાત્મક અને પ્રચારાત્મક રીતે મહત્વનું છે. જયારે સક્રિય સદસ્યતા અભિયાનએ ભાજપની ઓળખ, સંગઠનની રચના અને ચુંટાયેલ પ્રતિનિધી માટે અતિ મહત્વનું છે. : ભરત પંડયા

જામનગર (ભરત ભોગાયતા) કાલે રવિવારે રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે સક્રિય સદસ્યતા સમિતિનાં પ્રદેશ સહ સંયોજક ભરતભાઈ પંડયાની વિશેષ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોનનાં ૧૫ જીલ્લાનાં પ્રભારી, સંયોજક, સહસંયોજક સહયોગીની બેઠક મળી હતી. આ બેઠકમાં સૌથી પહેલાં

આજરોજ પ્રસારિત થતો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ “મન કી બાત” નિહાળ્યો હતો. ત્યારબાદ આ બેઠકમં સક્રિય સદસ્યતા અંગેનાં જીલ્લાવાર રીપોર્ટીંગ લેવામાં આવ્યું હતું. આ તકે શ્રી ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે સક્રિય સભ્ય બનવા અંગેની પાત્રતા માટે ૧૦૦ પ્રાથમિક સભ્ય બનાવનાર કાર્યકર્તાને રૂા. ૧૦૦ ડોનેશન ઓનલાઈન ભરી પહોંચ ડાઉનલોડ કરવાની સાથે રૂા.૨૦૦ રોકડા મનોગતનાં લવાજમનાં આપવાનાં હોય છે. આ વખતે સક્રિય સદસ્યતાનાં ફોર્મમાં અનેક વિગત આપવામાં આવી છે. જેમાં કાર્યકર્તાઓનાં અભ્યાસ, વ્યવસાય, સામાજીક પ્રવૃતિ, રાજકીય જવાબદારીઓ, રસ રુચિનાં વિષયો, સહકારી પ્રવૃતિ અને એન.જી.ઓ. અને સોશિયલ મીડીયાની પણ વિગતો માંગેલ છે. આ બધી માહિતીનો જે તે કાર્યકર્તાઓની કાર્યક્ષમતા પ્રમાણે ઉપયોગ થઈ શકે તે માટે ભાજપ દ્વારા એક ડેટાબેન્ક તૈયાર કરવામાં આવશે.

સક્રિય સદસ્યતા અભિયાનનાં પ્રદેશ સહસંયોજક ભરતભાઈ પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે સક્રિય ફોર્મને ભર્યા પછી તેઓને રીસીપ્ટ આપવામાં આવશે. આ રીસીપ્ટમાં ભાજપ અને કાર્યકર્તા વચ્ચે સેતુરૂપ ભાજપની અષ્ટપદી જેવી આઠ પ્રતિજ્ઞાઓ છપાયેલ આપવામાં આવશે. જેમાં (૧) હું ભારતીય જનતા પાર્ટીના મૂળ દર્શન “એકાત્મ માનવદર્શન” માં માનું છું. (૨) રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકાત્મતા, લોકતંત્ર, ગાંધીવાદી દૃષ્ટિકોણ (શોષણમુક્ત-સમતાયુક્ત સમાજ), સર્વપંથ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિ – આ પંચનિષ્ઠાને હું સ્વીકારૂ છું. (૩) પંથ નિરપેક્ષ રાજય તથા ઉપાસના પધ્ધતિ આધારિત ન હોય તેવાં રાષ્ટ્રની ધારણાનો હું સ્વીકાર કરું છું. (૪) આ લક્ષ્યની પ્રાપ્તિમાત્ર શાંતિપૂર્ણ માર્ગે જ થઈ શકશે, તેમાં મારો અડગ વિશ્વાસ છે. (૫) હું જ્ઞાતિ, જાતિ તથા સંપ્રદાય આધારિતના કોઈપણ પ્રકારના ભેદભાવમાં વિશ્વાસ નહી કરું. (૬) હું અસ્પૃશ્યતાને કોઈપણ સ્વરૂપમાં માનતો/માનતી નથી તથા તેને મારા આચરણમાં આવવા દઈશ નહિ. (૭) હું કોઈ અન્ય રાજકીય પક્ષનો સભ્ય નથી. (૮) હું પાર્ટીના બંધારણ, નિયમો અને અનુસાશનમાં પાલનનું વચન આપું છું. આ પ્રતિજ્ઞા દ્વારા ભાજપમાં સક્રિય સભ્ય તરીકે જોડાયેલ કાર્યકર્તાઓનું વિચાર-ઘડતર અને કાર્ય પ્રણાલીનું માર્ગદર્શન મળતું રહેશે. તેમ સક્રિય સદસ્યતા સમીક્ષા સમિતિનાં પ્રદેશ સહસંયોજક શ્રી ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું. આ બેઠકમાં સીનીયર આગેવાનો અમોહ શાહ, પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મહેતા, નાગદાનભાઈ ચાવડા, સુરેશભાઈ ગોધાણી, લાલજીભાઈ સોલંકી, દિલીપસિંહ ચુડાસમા, રાજુભાઈ ધારૈયા, વિનુભાઈ કથીરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને સફળ બનાવવા માટે શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા, સહ મદદનીશ કાર્યાલય મંત્રી શૈલેષ દવે, રમેશભાઈ જોટાંગીયા, નલહરીભાઈ, ભાવીનભાઈએ જહેમત ઉઠાવી હતી.તેમ -હિતેષ ઢોલરીયા-શૈલેષ દવે એ જણાવ્યુ છે

___________________
—-regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist
(જામનગર જીલ્લા ભાજપ મીડીયા સેલ પુર્વ કન્વીનર ૧૯૯૮ થી ૨૦૧૪)

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!