BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર હોટલ લાજવંતી ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ. ભાજપના આગેવાનો કાર્યક્રમ જોડાયા

20 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આજ રોજ મોદી સરકારના 11 વર્ષ ની ઉજવણી સંદર્ભે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભા હોટલ લાજવંતી ખાતે યોજાઈ હતી. જેમાં પાટણ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અને પ્રદેશમાંથી મુકેલા વક્તા વિવેકભાઈ પટેલ, અમીરગઢ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ, થરા સ્ટેટના રાજવી અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પાલનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ આર.એમ પટેલ તેમજ પાલનપુર તાલુકા ભાજપ ના આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આવનારા સમયમાં વિશ્વ યોગ દિવસ, મોહલ્લા ખાટલા બેઠક, મોદી સરકારને 11 વર્ષે ઉજવણી તેમજ આગામી વિવિધ કાર્યક્રમો ની કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી અને આગામી કાર્યક્રમો બુથ લેવલે શક્તિ લેવલે થાય તેવી પ્રમુખ દ્વારા સૂચના આપવામાં આવી હતી.





