ભારત વિકાસ પરિષદ વિસનગર શાખા દ્વારા આદર્શ વિદ્યાલય વિસનગર (ઉચ્ચ પ્રાથમિક વિભાગ )ખાતે “ગુરુ વંદન- છાત્ર અભિનંદન” કાર્યક્રમ યોજાયેલ

26 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય વિસનગર, ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખાતે ભારત વિકાસ પરિષદ વિસનગર શાખા દ્વારા ‘ગુરુ વંદન – છાત્ર અભિનંદન’ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખશ્રી ડોક્ટર જયેશભાઈ શુક્લ,પ્રોજેક્ટ ચેરમેન હરેશભાઈ વ્યાસ, મંત્રી જગદીશભાઈ પ્રજાપતિ, સયોજિકા હેમાબેન સોની, ખજાનચી રિતેશભાઈ મોદી, સહસંયોજિકા રશ્મિબેન ગુપ્તા, હાજર રહ્યા હતા.ભારત વિકાસ પરિષદની પરંપરા અનુસાર કાર્યક્રમની શરૂઆત ‘વંદે માતરમ’ ના ગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ઉચ્ચ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી પઠાણ સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા અને ગુરુ અને શિષ્યના સંબંધોના સુંદર દ્રષ્ટાંતો આપ્યા હતા.ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી જયેશભાઈ શુક્લએ વિદ્યાર્થીઓને પ્રસંગોચિત સુંદર પ્રવચન આપ્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન હરેશભાઈ વ્યાસે ભારત વિકાસ પરિષદના તમામ કાર્યક્રમની રૂપરેખા આપી હતી હેમાબેન સોનીએ શપથ ગ્રહણ કરાવ્યા હતા. શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ભારત વિકાસ પરિષદના સભ્યો તેમજ શાળાના ગુરુગણની કુમકુમ તિલક કરી પૂજા કરવામાં આવી હતી. તે સમયે વાગતા ભજનથી આખું એ વાતાવરણ ભક્તિ ભાવપૂર્ણ બની ગયું હતું .આ સાથે દરેક ધોરણમાં ગત વર્ષે પ્રથમ નંબર લાવનાર દરેક વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદ તરફથી પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં વર્ષ દરમિયાન સુંદર કામગીરી કરનાર શિક્ષક શ્રી જયદીપભાઇ પ્રજાપતિને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લે કાર્યક્રમની આભારવિધિ શાળાની શિક્ષિકા બેન શ્રી રવિનાબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતી છાયાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું જે બદલ પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ એ અભિનંદન પાઠવ્યા હતા.




