
કેશોદ તાલુકાના ટીટોડી ગામના ભરતભાઈ નશિત ને રાષ્ટ્રપતિ તરફથી ૧૫ ઓગષ્ટના કાર્યક્રમમાં નિમંત્રિત મહેમાન થવાનું મળેલું આમંત્રણ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ નો પરિવાર તેમના ધર્મ પત્ની ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક પરંપરા અને કોઠા સુજ થી લુપ્ત થતાં દેશી બીજનું સંવર્ધન કરીને આશરે લુપ્ત થઈ રહેલી દેશી શાકભાજી, અનાજ, કઠોળ ના આશરે ૩૦૦૦ જાતના બીજનો સંગ્રહ કરી ભારતના અનેક રાજ્યો માં શોઘ યાત્રામાં સૃષ્ટિ સંસ્થા સાથે ફરી ને પોતાના ખર્ચ બીજ એકઠા કરીને એક પર્યાવરણ અને પ્રકૃતિ તેમજ માનવ જાત ને શ્રેષ્ઠ ને ઉતમ પ્રકારના અનાજ કઠોળ અને દેશી શાકભાજી સરળતાથી મલી જાય અને ખેડૂતો તેમનું વાવેતર કરતા થાય તે હેતુથી નહીં નફો નહીં નુકશાન ના ધોરણે વિતરણ કરી રહ્યા છે કેશોદ ની વિવિધ સામાજિક ને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતભાઈ ને મળેલ રાષ્ટ્રપતિ ભવનનું નિમંત્રણ બદલ અભિનંદનની વર્ષા ઓ પાઠવી રહ્યા છે
અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





