GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
SOG પોલીસ દ્વારા જુના વાહનો નું વેચાણ રજીસ્ટર ન નિભાવતા ત્રણ ઓટો ગેરેજ સંચાલક સામે કાર્યવાહી કરાઈ

તારીખ ૦૨/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એસઓજી પોલીસના પીએસઆઈ ડી જી વહોનીયા સ્ટાફ સાથે બુધવારના રોજ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ મા હતા ત્યારે તેઓને માહિતી મળી કે કાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સેકન્ડ હેન્ડ વાહનોની લે વેચ કરવાનો ધંધો કરતા ઈસમો વાહનોની દેવડદેવડ ના કોઇ રજીસ્ટર નીભાવતા નથી જે આધારે પોલીસે કોર્ટે સામે એક્સપર્ટ ઓટો રીપેરર્સ ના માલીક બિલાલ ઇદરીસ ઘાંચી તથા બોરૂ ટર્નિંગ આગળ અબ્દુલ કન્સલ્ટન્ટ ગેરેજ ની દુકાનમાં અબ્દુલભાઈ ઇસ્માઈલભાઈ શેખ તથા કાશીમાબાદ સોસાયટી પાસે અમન કોમ્પ્લેક્સ માં અમલ કન્સલ્ટન્ટ ની દુકાન માં સમીર રજાક પાંડવિયા નામના દુકાનદારો જુના વાહનોને લે-વેચનો કોઈ રજીસ્ટર રાખતા ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગની કાર્યવાહી ત્રણેવ દુકાનદારો સામે કરી કાલોલ પોલીસ મથકે ત્રણ અલગ અલગ ગુના દાખલ કરાવેલ.






