BANASKANTHAGUJARATPALANPUR
વડગામ ખાતે શ્રી શિવ મહાપુરાણ કથા માં ભેરવ દાદા નો પ્રસંગ ઉજવાયો
20 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ વડગામ મેનેજીંગ ટ્રસ્ટી આર.વી.પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં શિવ મહાપુરાણ કથા સાતમા દિવસે ભેરવ દાદા,કાળ નો પ્રસંગ ધુમધામથી ઉજવવામાં આવ્યો હતો.કથાકાર શ્રી શાસ્ત્રી અપ્પુબાપુ (ભાવનગર વાળા) ના મુખે શિવ મહાપુરાણ કથા ના વિવિધ પ્રસંગો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભગવાનભાઈ ડેકલીયા પુજારી જગદીશભાઈ રાવલ દ્વારા કથા કાયૅક્રમ નું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી પ્રવિણભાઈ રાવલ પોથી ના મુખ્ય યજમાન ઓમ્ પ્રકાશ હંસરાજજી સોની પરિવાર દ્વારા પુજા અર્ચના, મહાઆરતી કરવામાં આવે છે શક્તિ મહિલા મંડળ, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર સંતો,ભક્તો, ગ્રામજનો દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથા કાયૅક્રમ સફળ રહ્યોં હોવાનું પુજારી જગદીશભાઈ રાવલે જણાવ્યું હતું.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ