ભરૂચ: માર્ગ સલામતી અને પર્યાવરણની સુરક્ષા સહિતના ઉમદા હેતુ સાથે 20 નાગરિકોની પદયાત્રા ભરૂચ આવી પહોંચી..

સમીર પટેલ, ભરૂચ
સ્વચ્છતા વિશે એવા માર્ગ સલામતી પર્યાવરણ બચાવો બેટી બચાવો બેટી પઢાવો પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો લઈને ભારતના વિવિધ રાજ્યોમાંથી 20 લોકોનું જૂથ પગપાળા ભરૂચ આવી પહોંચ્યું હતું.
આ વોક શરૂ કરનાર અવધ બિહારી લાલ દ્વારા ડેન્જર્સ એડવેન્ચર એન્ટાવેર્ડના નેજા હેઠળ યોજવામાં આવી છે જે પગપાળા પ્રવાસ દ્વારા વિશ્વની સૌથી લાંબી સ્પોર્ટ્સ ટુર છે. અત્યાર સુધીમાં તેમણે 11 દેશોમાં 4.46 લાખ કિલોમીટરનું અંતર કવર કર્યું છે તેઓએ આ પગપાળા પ્રવાસ દરમિયાન 14 કરોડ 50 લાખ રોપા રોપ્યા છે.
20 લોકોએ 11 દેશોમાં 4.5 લાખ કિ.મી અંતર કાપી ૧૪.૫૦ કરોડ રોપા રોપ્યા : હાલમાં જીતેન્દ્ર પ્રતાપ મહેન્દ્ર પ્રતાપ અને ગોવિંદા નંદ તેમની ટીમ સાથે અવધ બિહારી લાલના અકસ્માત બાદ પ્રવાસ ચાલુ રાખ્યો છે ખાસ કરીને વીસ સભ્યોની ટીમ ઉતરાખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પૂર્ણ કર્યા પછી ગુજરાતમાં પહોંચી છે બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને લોકોમાં અસરકારક રીતે સંદેશો ફેલાવીને શાળાઓ અને જાહેર સ્થળોએ કાર્યક્રમો કરે છે અને લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની વિનંતી તેમજ પાંચ રોપા રોપવાનો સંદેશો પણ આપી રહ્યા છે.



