હાલોલ:તાજપુરામાં વિરાટ નારાયણવનના નિર્માણમાં શ્રી નારાયણ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા 5 લાખ વૃક્ષો રોપવાનું આયોજન, ભાદરવી પૂનમે 13.5 હજાર વૃક્ષ રોપાશે

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૯.૨૦૨૪
હાલોલ તાલુકાના તાજપુરા ગામે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તેમજ વન વિભાગ ના ના સંયુક્ત ઉપક્રમે 13,551 વૃક્ષો રોપી ‘વિરાટ નારાયણવન’ નું નિર્માણ કરવામાં આવનાર હોવાની જાણકારી આજે ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ એ એક પ્રેસકોન્ફરન્સ યોજી આપી છે. આ માટે ભાદરવી પૂનમ ના દિવસે એક સાથે તમામ વૃક્ષો રોપવાનો કાર્યક્રમ કેબિનેટ વન મંત્રી ની અધ્યક્ષતા માં રાખવામાં આવ્યો છે.હાલોલ ના તાજપુરા ગામે આવેલ શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા વન વિભાગના સહકારથી અત્રે પીએમ મોદી ના પર્યાવરણ જાગૃતિ અભિયાન એક પેડ માં કે નામ હેઠળ અત્રે સરકારી જમીનમાં વિરાટ નારાયણ વન ઊભું કરવાનો સંકલ્પ લીધો છે, જે માટે વન વિભાગ દ્વારા પાંચ દિવસ થી તૈયારીઓ કરવામાં આવી રહી છે,13,551 વૃક્ષો એક એક વ્યક્તિ રોપવાના હોવાથી વન વિભાગે અત્રે ના વિસ્તાર ને સાફસફાઈ કરી તેમાં વૃક્ષારોપણ કરવા માટે ખાડાઓ ખોદવાની કામગીરી પુરી કરવામાં આવી છે.ત્યારે આજે કાર્યક્રમ ના સ્થળે મુલાકાત માટે આવેલા સીએફ અંશુમકન શર્મા અને ડી સીએફ મીનાએ જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં એક સાથે એક એક વ્યક્તિ દ્વારા આટલી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ થવાનું છે જે એક રેકોર્ડ છે, અહીં 35 થી વધુ પ્રકારના વૃક્ષો રોપવામાં આવનાર છે અને તમામ વનસ્પતિઓ આયુર્વેદિક અને ભારતીય મૂળ ની હશે. કાર્યક્રમ કેબિનેટ વન મંત્રી મુળુભાઈ બેરા ની અધ્યક્ષતા માં યોજવામાં આવનાર છે, જેમાં રાજ્યના વન મંત્રી મુકેશ પટેલ, છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ગોધરા લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, ગોધરાના ધારાસભ્ય સીકે રાવલજી, તેમજ મોરવાહડપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, સહિત મોટી સંખ્યામાં નારાયણ પરિવારના સભ્યો અને ભક્તો ઉપસ્થિત રહેનાર હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.








