
સમીર પટેલ, ભરૂચ
ઝઘડિયા બાદ આમોદમાં બળાત્કારની ઘટનાએ મહિલાઓમાં અસુરક્ષાની ચિંતા વધારીતી
આમોદ બળાત્કાર કેસના આરોપી શૈલેષ રાઠોડને કેરવાડા અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો
જેલમાંથી છૂટ્યા બાદ 35 વર્ષના આરોપીએ 71 વર્ષની મહિલા પર ફરી દુષ્કર્મ આચાર્યુતું
ઝઘડિયા નિર્ભયાકાંડ બાદ આમોદમાં 71 વર્ષની વૃદ્ધા પર ફરીથી દુષ્કર્મ ગુજારનાર આરોપીનું આમોદ પોલીસે ભરબજારમાં સરઘસ કાઢ્યું હતું.
ઝઘડિયા 10 વર્ષની બાળા પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મમાં બાળકી 7 દિવસ સુધી જીવન માટે ઝઝૂમિયા બાદ મૃત્યુ પામી હતી. ભરૂચના નિર્ભયાકાંડની ક ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા. હેવાન વિજય પાસવાન સામે જનાક્રોશ ભભૂકી ઉઠ્યો છે. અને વહેલી તકે તેને ફાંસીના માંચડે ચઢાવાય તેવી હૈયા વરાળ લોકો ઠાલવી રહ્યાં છે.
બીજી તરફ જ્યાં ઝઘડિયા દુષ્કર્મની પીડીતાએ અંતિમ શ્વાસ લીધા હતા ત્યાંજ આમોદમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. 71 વર્ષની વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડે જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું.
ઘટના અંગે ફરિયાદ નોંધાવવાના ગણતરીના કલાકમાં જ આમોદ સ્થાનિક પોલીસ, LCB, SOG ની ટીમો એ ડ્રોન ઉડાવી આરોપીને નજીકના ગામ કેરવાડામાંથી ઝબ્બે કરી લીધો હતો.
વૃદ્ધાને હવસનો શિકાર બનાવનાર આ નરાધમ શૈલેષ રાઠોડનું આમોદ પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું. આમોદ પોલીસ મથકેથી પોલીસ તેને ભરબજારમાં લઈ જઈ કેરવાડા અને ઘટના સ્થળે પોહચી હતી.
જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરાવવામાં આવી પુરાવા એકત્ર કરાયા હતા. આમોદમાં દુષ્કર્મીનું સરઘસ કાઢવામાં આવતા લોકોએ તેના પર ફિટકાર વરસાવ્યો હતો. જ્યારે પોલીસે ગુનેગારોમાં આ થકી મેસેજ આપ્યો હતો કે કોઈ પણ ગુનાને અંજામ આપ તા પેહલા ચેતી જજો તમારા હાલ પણ આ આરોપી જેવા જ થશે. કાયદો અને પોલીસ કોઈપણ ગુનેગારને નહિ બક્ષે.



