હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન તેમજ માણાવદર તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન ડ્રાઇવ અંતર્ગત મહિલા કર્મચારીઓને સી બોક્સ પોર્ટલ અને મહિલાલક્ષી યોજનાકીય જાણકારી મળી રહે એ માટે કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન કામકાજના સ્થળે સુરક્ષા થીમ અન્વયે POSH એક્ટ-૨૦૧૩ અંતર્ગત કામકાજના સ્થળે જાતીય સતામણી એટલે શું? સમિતિઓ અંગે, મહિલાઓને મળતી રહતો અંગે,ખોટી ફરિયાદ ન કરવા અંગે,દંડની જોગવાઈ અંગે, વિગતે ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત મહિલાઓને જાતીય સતામણી અંગે ઓનલાઈન ફરિયાદ માટે SHE- બોક્ષ પોર્ટલ અંગે,તેમજ મહિલાલક્ષી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ