BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ વાદળછાયું વાતાવરણ, ભરશિયાળે વરસાદી માહોલ છવાયો, ઠડીમાં આંશિક ઘટાડો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જેના કારણે ભર શિયાળામાં વરસાદી માહોલ છવાયો હોય તેમ લાગી રહ્યું છે.જેના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એટલે 22 થી 28 ડિસેમ્બર વચ્ચે માવઠાની સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે.ત્યારે બે દિવસથી ભરૂચ જિલ્લામાં વાતાવરણના પલ્ટો જોવા મળી રહ્યો છે.વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. તો બીજી તરફ વહેલી સવારથી જ ઘાઢ ઘુમ્મસની ચાદર છવાઈ ગઈ છે.જેના પગલે વિઝિબિલિટી પણ ઓછી થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જોકે જેમ દિવસ ચઢે છે તેમ થોડી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે.




