ભરૂચ જિલ્લા અને 8 તાલુકા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખની બિન હરીફ વરણી

0
242
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20230913 WA0043

 

ઝઘડિયા તાલુકા પંચાયત માટે BTP ના દિલીપ વસાવાએ ફોર્મ ભરતા ગુરૂવારે ફેંસલો

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૩/૦૯/૨૦૨૩

 

ભરૂચ જિલ્લા અને 9 તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ માટે આજે ભાજપના મેન્ડેટ પ્રમાણે પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જાહેરાત કરાઈ હતી. જિલ્લા અને 8 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

 

ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અન્ય પદાધિકારીઓ, શાસક પક્ષના નેતા અને દંડકની અઢી વર્ષની ટર્મ પુરી થતા નવા પદાધિકારીઓ માટે ભાજપ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

 

પ્રદેશ નિરીક્ષકો દ્વારા બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાયા બાદ આજે પ્રદેશમાંથી આવેલા મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ખોલ્યા હતા.

 

ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત માટે મેન્ડેટ આધારે આગામી અઢી વર્ષની ટર્મ માટે જાહેરાત કરવામાં આવી હતી.

 

ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાંસડીયા અને આરતીબેન પટેલની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ હતી. જેને સૌકોઈએ વધાવી લઈ અભિનંદન પાઠવી આવકારી લીધી હતી.

 

જ્યારે કારોબારી ચેરમેન તરીકે ધર્મેશ મિસ્ત્રી, પક્ષના નેતા વર્ષાબેન વસાવાની વરણી કરાઈ હતી.

 

ભરૂચ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કૌશિક પટેલ, ઉપપ્રમુખ રણજીત વસાવા, અંકલેશ્વરમાં પ્રમુખ પુષ્પાબેન પટેલ, ઉપપ્રમુખ ચીમન વસાવા, વાગરામાં પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા, ઉપપ્રમુખ પાર્વતીબેન રાઠોડ, આમોદમાં પ્રમુખ હેમલતાબેન પરમાર અને ઉપપ્રમુખ વસંત પ્રજાપતિની બિનહરીફ વરણી થઈ હતી.

 

નેત્રંગ તાલુકા પંચાયતમાં પ્રમુખ વસુધાબેન વસાવા અને ઉપપ્રમુખ નિતેષ પરમારની જાહેરાત કરાઈ હતી. જંબુસરમાં પ્રમુખ નીતિન પટેલ અને ઉપપ્રમુખ રેખાબેન રાઠોડ બિનહરીફ નિયુક્ત થયા હતા.

 

હાંસોટમાં પ્રમુખ સંગીતાબેન સોલંકી, ઉપપ્રમુખ ધનસુખ વસાવા, વાલિયામાં પણ કોઈ ફોર્મ ન ભરાતા પ્રમુખ સીતાબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે દિનેશ વસાવા બિનહરીફ જાહેર થયા હતા.

 

એકમાત્ર ઝઘડિયા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ સામે BTP ના દિલીપ છોટુભાઈ વસાવાએ ફોર્મ ભર્યું હતું. જેનો ફેંસલો ગુરૂવારે થશે. ભાજપે પ્રમુખ તરીકે જ્યેન્દ્ર વસાવા અને ઉપપ્રમુખ તરીકે સોનલબેન રાજના નામનું મેન્ડેટ જાહેર કર્યું હતું.

 

એક જિલ્લા અને 8 તાલુકા પંચાયતોમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પદાધિકારીઓની બિનહરીફ વરણીને લઈ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ સહિતે નવનિયુક્તઓને આવકારી તેમને ફુલહાર

પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here