BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી ન્યુઝ ચેનલની ડિબેટ દરમ્યાન આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજકીય વિશ્લેષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તારીખ ૨૨ જુલાઇ ૨૦૨૫ના રોજ રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા દ્વારા ખાનગી ન્યુઝ ચેનલની ડિબેટ દરમ્યાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું જેનાથી સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ છે.આથી સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક ધોરણે જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.



