BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 10,11 જાન્યુઆરી 2026 ના રોજ ઊંટિયા ક્રિકેટ ગ્રાઉન્ડ તાલુકો. ઝઘડિયાના મુકામે આયોજિત કરવામાં આવેલ હતી. જિલ્લાના નવ તાલુકા ની 9 ટીમે ભાગ લીધેલ હતો. સેમિફાઇનલમાં ઝઘડિયા અને નેત્રંગ તથા વાગરા અને ભરૂચની ટીમો આવેલ હતી.સેમી ફાઇનલમાં વિજેતા વાગરા અને નેત્રંગ ટીમ વચ્ચે ફાઇનલ નો મુકાબલો યોજાયો હતો.ફાઇનલ ટીમની અંદર વાગરાની ટીમે તોફાની બેટિંગ કરતાં પોતાની ટીમને જીત અપાવી ચેમ્પિયન બની હતી. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન વિપુલભાઈ પટેલ ચેરમેન ઝઘડિયા ટીચર ક્રેડિટ સોસાયટી એ બંને દિવસ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભોજનની વ્યવસ્થા કરેલ હતી, સાથે પરેશભાઈ મુખ્ય શિક્ષક સરદારપુરા શાળાએ જમવાના ભોજન માટેની સંકલનકાર તરીકેની ભૂમિકા ભજવી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં બોલની વ્યવસ્થા સુરેન્દ્રસિંહ પ્રાકડા તરફથી કરવામાં આવેલ હતી.વિરેન્દ્રસિંહ બી.આર.સી ભરૂચ દ્વારા 2000 રૂપિયાનું દાન આપવામાં આવેલ હતું.ક્રિકેટ ગ્રાઉન્ડના મેદાનની 10000 ફી દિલીપભાઈ પટેલ પ્રમુખ અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક અને રાજીવ પટેલ મહામંત્રી ભરૂચ પ્રાથમિક શિક્ષક તરફથી આપવામાં આવેલ હતું. સમગ્ર ટુર્નામેન્ટ ખૂબ જ આનંદમય માહોલમાં સફળતાપૂર્વક બહાર પાડવામાં આવેલ હતું અને 2026 ની વર્ષની ટુર્નામેન્ટમાં ચેમ્પિયન તરીકે વાગરા ટીમને ખુબ ખુબ અભિનંદન આપવામાં આવેલ હતા શિક્ષક જ્યોત સંપાદક મંડળના સદસ્ય બન્કિમભાઈ અને જિલ્લા સંઘના ઉપપ્રમુખ ખ્યાતિબેન સતત બંને દિવસ હાજર રહ્યા હતા.તેઓની સાથે હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ નિલેશભાઈ સોલંકી પણ જોડાયા હતા. પ્રદીપસિંહ રાણા પ્રમુખ પ્રાથમિક શિક્ષક સંઘ ભરૂચ તરફથી સમગ્ર ટુર્નામેન્ટના આયોજન બદલ સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ હતા.મેન ઓફ ધ મેચ સોકતભાઈ – વાગરા અને મેન ઓફ ધ સિરીઝ વિપુલભાઈ – ઝગડીયાને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા.રનર્સ અપ ટીમ નેત્રંગને પણ ટ્રોફી આપવામાં આવી હતી. જયારે ચેમ્પિયન ટીમ વાગરાને ફાઈનલની ટ્રોફી આપી બિરદાવ્યા હતા. અંતે સૌ શિક્ષકમિત્રો રાષ્ટ્રગીત ગાઈ છૂટા પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!