ભરૂચ: પૂર્વ CM વિજય રૂપાણીના માનમાં આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો

સમીર પટેલ, ભરૂચ
વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો
પ્લેન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું નિધન
આજે ગુજરાતમાં રાજકીય શોક, સરકારી અને જાહેર કાર્યક્રમો રદ્દ કરાયા, કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાયો, દુર્ઘટનામાં 241થી વધુ લોકોના નિપજ્યા છે મોત
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત 241થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.આ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી અંશ કોર્ટ સંકુલ સહિતની કચરીઓ પર અડધી કાંઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ભરૂચ સહિત સમગ્ર રાજયમાં રાજકીય તેમજ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, રાજ્યના શોક દરમિયાન, વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વપૂર્ણ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી ફરકાવવામાં આવે છે.
આ સિવાય રાજ્યમાં કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન થતું નથી. આ સમયગાળા દરમિયાન મેળાવડા અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધો છે.રાજ્યભરના લોકો સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે.





