ભરુચ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા વિયાણ માં ગંભીર તકલીફથી પીડાતી ગૌ માતાનો જીવ બચવામાં આવ્યો.

સમીર પટેલ, ભરૂચ
ગુજરાત પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ ના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ ભરુચ દ્વારા આજુબાજુના ભરૂચ સીટી વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે મફત સારવાર આપી એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થયેલ છે.
ગત માહિતિ અનુસાર ભરૂચ મોટાલી વિસ્તારમાં મોતીભાઈ રહીશ એ ગાયનો પ્રસ્તુતિમાં પીડા થવાનો કેસ 1962 પર નોંધાયો હતો કોલ મળતા તુરંત જ કરુણા ભરૂચ લોકેશન ના ડોક્ટર દિનેશ તથા તેમના પાયલોટ કમ ડ્રેસર નિકુલભાઇ ઘટના સ્થળ પર જવા રવાના થઈ ગયા હતા.
ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ પશુનું નિરીક્ષણ કરતા જાણ્યું કે ગાયને વિયાણ ની ગંભીર ચૂકો ચાલુ હતી તેમજ પશુ સુતેલી હાલતમાં હતું લોહી પણ પડેલ હતું બચુ ગર્ભમાં ઊંધું ફસાયેલ હતું બે કલાક જેટલી મહા મહેનત બાદ સફળ પ્રસ્તુતિ કરાવી માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષી જેઓએ ૧૯૬૨ કોલ કર્યો હતો તેમણે ગુજરાત સરકાર તથા EMRI GREEN HEALTH SERVICES ની ઇમરજન્સી સેવાને બિરદાવી હતી તથા ખુબ જ આભાર માનતા ભવિષ્ય માટે ની શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી અને પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પંકજ મિશ્રા સર દ્વારા કામની પ્રશંસા કરવામાં આવી હતી .



